RBI FASTag New Rules : FASTag ને હવે વારંવાર રિચાર્જ નહીં કરાવવું પડે, જાણો આરબીઆઈ નો નવો નિયમ

RBI FASTag New Rules : આરબીઆઈ દ્વારા આવરણ વાર નવા નવા નિયમો જાહેર કરવામાં આવે છે. આ વખતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા FASTag અને નેશનલ કોમન મોબિલિટી ને લગતા નવા નિયમ રજૂ કરવામાં આવ્યા છે. તો ચાલો આ આર્ટિકલમાં આરબીઆઈ દ્વારા રજૂ કરાયેલા આ નવા નિયમોની વિગતવાર માહિતી મેળવીએ અને આ નિયમને સમજૂતી ઉદાહરણ દ્વારા પણ મેળવીશું વાચક મિત્રોને આ નિયમને સરળથી સમજૂતી મળી શકે.

આરબીઆઈ નો નવો નિયમ | RBI FASTag New Rules

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આરબીઆઈ હેઠળ કાર્યરત તમામ બેંકો માટે FASTag અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ માટે નવો નિયમ રજૂ કર્યો છે આ નિયમ પ્રમાણે FASTag અથવા નેશનલ કોમન મોબિલિટી કાર્ડ માટે પ્રિ ડેબિટ નોટિફિકેશન આપવામાં નહીં આવે આ ઉપરાંત FASTag અને NCMC ને ને ઈ-મેન્ડેટ ફ્રેમવર્ક ના નિયમોમાં પણ સામેલ કરી દીધા છે.

ઈ-મેન્ડેટ ફ્રેમવર્ક શું છે ?

આ ફ્રેમવર્ક વર્ષ 2019માં બનાવવામાં આવ્યું હતું, અને તેનું મુખ્ય કામ એ છે કે, તમારા એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થતા પહેલા તમને જાણ આપવામાં આવે એટલે કે જો તમારું FASTag બેલેન્સ ચોક્કસ મર્યાદાથી ઓછું થઈ જાય તો આ નિયમો હેઠળ તમારું બેલેન્સ તમારા બેંક એકાઉન્ટથી ઓટોમેટિક રીતે ભરાઈ જશે. આમ નવા નિયમ મુજબ તમારે વારંવાર FASTag રિચાર્જ કરાવવાની માથાકૂટ નહીં થાય.

ઉદાહરણ દ્વારા સમજૂતી

માનો કે તમારી પાસે કાર છે અને તમે હંમેશા ટોલ પ્લાઝા પર જતાં FASTag નો ઉપયોગ કરો છો. તમે FASTag એકાઉન્ટમાં ₹500 બેલેન્સ રાખ્યું છે પરંતુ ટોલ પ્લાઝા પરથી પસાર થતા-થતા આ બેલેન્સ ઘટી જાય છે. હવે જૂના નિયમ પ્રમાણે જ્યારે તમારું બેલેન્સ ઓછું થતું તો તમારે સમયસર ધ્યાન આપીને FASTag ફરીથી રિચાર્જ કરાવવું પડતું હતું. જો તમારે રિચાર્જ કરાવવાનું રહી જતું તો ટોલ પર સમસ્યા ઊભી થતી

પરંતુ હવે નવા નિયમ મુજબ, જ્યારે તમારું FASTag બેલેન્સ એક મર્યાદાથી થી ઓછું થશે તો ઓટોમેટિક તમારા બેંક એકાઉન્ટથી પૈસા કપાઈ જશે અને FASTag એકાઉન્ટ ઓટોમેટિક રિચાર્જ થઈ જશે. એટલે કે તમારે હવે વારંવાર રિચાર્જ કરાવવાની માથાકૂટ નહિ રહે.

જો તમારું બેંક એકાઉન્ટ FASTag સાથે લિંક છે તો FASTag બેલેન્સ ઓટોમેટિક રીતે ફરીથી રિચાર્જ થઈ જશે. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે હવે તમને પ્રિ ડેબિટની નોટીફિકેશન નહીં મળે, કારણ કે આરબીઆઈના નવા નિયમ મુજબ આ સુવિધા હવે ઈ-મેન્ડેટ ફ્રેમવર્ક હેઠળ આવરી લેવામાં આવી છે.

આશા રાખું છું કે તમને આ માહિતી સરળ રીતે સમજાઈ ગઈ હશે. આવી જ રીતે સરકારી સમાચાર કે જે તમારા માટે જાણવા જરૂરી છે તેવા મહત્વના સમાચાર માટેની સમયસર માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

આ પણ વાંચો:

Leave a Comment