GSSSB New Bharati 2024-25 : 12 પાસ ઉમેદવારોને આવો મોકો નહીં મળે, ₹49,600 સુધીનો પગાર મળે છે, છેલ્લી તારીખ પહેલાં અરજી કરો

GSSSB New Bharati 2024-25 : જે પણ ઉમેદવાર મિત્રો ઓછા માં ઓછી 12 પાસ ની શૈક્ષણિક લાયકાત ધરાવે છે તેઓ માટે તો ખુશીના સમાચાર છે, કેમ કે હવે ધીરે ધીરે સરકારી ભરતીઓ સ્નાતક કક્ષાએ જ કરવામાં આવી રહી છે. એવામાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12 પાસ ઉેદવારો માટે નવી ભરતીની જાહેરાત કરી છે. તો આ અરજીમાં તમે જરૂર ફોર્મ ભરજો કેમ કે બની શકે કે આ ભરતી પણ પછી સ્નાતક કક્ષા એ જ કરવામાં આવે. તો ચાલો હવે આ ભરતીની માહિતી મેળવી લઈએ.

ટોટલ 221 જગ્યાઓ પર ભરતી | GSSSB New Bharati 2024-25

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ પદો પર ટોટલ 221 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરી છે, આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવાર મિત્રોએ તારીખ 15/09/2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. પરંતુ અરજી કરતા પહેલા આ ભરતી વિષેની મહત્વની માહિતી મેળવી લો કે ક્યાં ક્યાં પદો પદ કેટલી જગ્યા માટે ભરતી થવાની છે આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત વગેરે…

જગ્યાનું નામ અને સંખ્યા

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ 16 પદો પર ટોટલ 221 જગ્યાઓ પર ભરતી કરવા માટે અરજીઓ મંગાવી છે તો આ 32 પદો કયા કયા છે અને ક્યાં પદ પર કેટલી જગ્યા છે તેની માહિતી મેળવી લઈએ.

જગ્યાનું નામજગ્યાની સંખ્યા
લેબોરેટરી ટેક્નીશીયન (રસાયણ જૂથ)29
લેબોરેટરી ટેક્નીશીયન (ભૌતિક જૂથ)21
લેબોરેટરી ટેક્નીશીયન (બાયોલોજી જૂથ)20
લેબોરેટરી ટેક્નીશીયન (ફોરેન્સીક સાયકોલોજી જૂથ)03
લેબોરેટરી આસીસ્ટન્ટ (રસાયણ જૂથ)13
લેબોરેટરી આસીસ્ટન્ટ (ભૌતિક જૂથ)09
લેબોરેટરી આસીસ્ટન્ટ (બાયોલોજી જૂથ)08
લેબોરેટરી આસીસ્ટન્ટ (ફોરેન્સીક સાયકોલોજી જૂથ)02
સાયન્ટીફીક આસીસ્ટન્ટ (રસાયણ જૂથ)07
સાયન્ટીફીક આસીસ્ટન્ટ (ભૌતિક જૂથ)36
સાયન્ટીફીક આસીસ્ટન્ટ (બાયોલોજી જૂથ)11
આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ16
સીનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ)05
જુનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ)02
સર્ચર (ફિંગર પ્રિન્ટ)34
પોલીસ ફોટોગ્રાફર05

અરજી કરવા માટે જરૂરી તારીખ

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ 16 પદો પર જાહેર થયેલ આ ભરતી પણ જે પણ ઉમેદવાર મિત્રો અરજી કરવા ઈચ્છે છે તે ઉમેદવાર મિત્રોને જણાવી દઈએ કે તારીખ 01/09/2024 ના રોજ અરજી કરવાની શરૂઆત થશે અને આ ભરતી પર અરજી કરવાની છેલ્લી તારીખ 15/09/2024 રહેશે. એટલે છે પણ ઉમેદવાર મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છે છે તે ઉમેદવાર મિત્રોએ છેલ્લી તારીખ સુધી રાહ ન જોવી કારણ કે છેલ્લી તારીખ નજીક આવતા સરવર ડાઉન થઈ જતું હોય છે તેથી જેમ બને તેમ વહેલી તકે ફોર્મ ભરવાનું ઉદ્દેશ્ય રાખવો.

પગાર ધોરણ વિશેની માહિતી

આ ભરતીમાં ઉપર દર્શાવેલ અલગ અલગ પદો માટે અલગ અલગ પગાર ધોરણ આપવામાં આવે છે, જો વધુમાં વધુ પગાર ધોરણની વાત કરીએ તો સાયન્ટીફીક આસીસ્ટન્ટ અને સીનીયર એક્ષપર્ટ ના પદ માટે આપવામાં આવે છે, આ પદ પર તમે નોકરી મેળવો છો તો તમને ₹49,600 પગાર આપવામાં આવે છે અને સૌથી ઓછા પગારની વાત કરીએ તો પોલીસ ફોટોગ્રાફર ના પદ માટે આપવામાં આવે છે, આ પદ માટે ₹26,000 પગાર આપવામાં આવે છે.

પરંતુ ધ્યાન રહે કે ઉપરના બધા પદોની ભરતી કરાર આધારિત કરવામાં આવી રહી છે, ઉપરના બધા પદો પર પાંચ વર્ષના કરાર આધારિત ભરતી કરવામાં આવશે.

આ ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત

આ ભરતી ફક્ત અને ફક્ત જે લોકોએ ધોરણ 12 માં સાયન્સ રાખેલ હતું તે લોકો માટે જ છે. આ ભરતીમાં 12 સાયન્સ પાસ પર ફક્ત એક પદ પર જ ભરતી કરવામાં આવશે, તે પદ પોલીસ ફોટોગ્રાફરનું છે. આ ઉપરાંત આ પોલીસ ફોટોગ્રાફર ના પદ પર નોકરી મેળવવા માટે ફોટાગ્રાફીનું ઓછામાં ઓછું બે વર્ષનો ફોટોગ્રાફી અનુભવ હોવા જોઈએ.

આ ઉપરાંત ઉપરના સોળે સોળ પદ માટે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે તેમજ ગુજરાતી અથવા હિન્દી બેમાંથી એક ભાષા સંપૂર્ણ રીતે જાણતા હોવા જોઈએ. તેમજ અલગ અલગ પદ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાતો નક્કી કરવામાં આવેલ છે, તે વિશેની માહિતી મેળવવા માટે ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસિયલ વેબસાઈટ પરથી તમે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી મેળવી શકો છો.

આ ભરતી માટે ઉંમર મર્યાદા

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલ આ ભરતીમાં અલગ અલગ પદ માટે અલગ અલગ ઉંમર મર્યાદાઓ નક્કી કરેલ છે પરંતુ જો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ તેમજ વધુમાં વધુ 37 વર્ષ ની વચ્ચેની છે તો તમે આ ભરતીમાં નિશ્ચિતપણે ભાગ લઈ શકો છો, આ ઉપરાંત અનામત કેટેગરી માટે ઉંમર મર્યાદાના છૂટછાટ મળી શકે છે તે માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ.

અરજી કરવા માટેની ફી

તમામ કેટેગરીની મહિલા, સા.શૈ.પ.વર્ગ, અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે અરજી ફી ₹400 રાખેલ છે આ સિવાયની કેટેગરીના ઉમેદવારોને ₹500 અરજી ફી તરીકે ચૂકવવાના રહેશે. અને એક વાત નોંધવા જેવી છે કે જે પણ ઉમેદવાર મિત્રો પરીક્ષામાં હાજર રહેશે તે લોકોને અરજી ફી પરત રિફંડ કરી દેવામાં આવશે.

ભરતીની સત્તાવાર નોટીફિકેશન જોવા માટે:- અહીં ક્લિક કરો

આશા રાખું છું મિત્ર કે તમને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરાયેલ આ નવી ભરતીની મહત્વપૂર્ણ માહિતી મળી ગઈ હશે, જો તમે વધારે માહિતી મેળવવા ઈચ્છતા હોય તો તમે ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસર વેબસાઈટ પરથી મેળવી શકો છો. આવી જ રીતે લેટેસ્ટ સરકારી ભરતીઓની માહિતીથી માહિતગાર રહેવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Leave a Comment