Kisan Credit Card Yojana 2024 : ₹3,00,000 ની લોન મળશે એ પણ નહિવત વ્યાજદરે તેમજ વ્યાજદર પર સબસીડી મળે છે

Kisan Credit Card Yojana 2024 : ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આપણા દેશના ખેડૂતોને ખેતી કરવા માટે રૂપિયાની જરૂર પડતી જ હોય છે ખાસ કરીને જ્યારે કુદરતી આપત્તિઓના કારણે ખેડૂતના પાક નિષ્ફળ જાય છે ત્યારે નવા પાકના વાવેતર અથવા ખેતી ને લગતા સાધનોની ખરીદી માટે પૈસાની જરૂર પડતી હોય છે. આમ જ્યારે રૂપિયાની જરૂર હોય ત્યારે ખેડૂતો લોન લે તો ઊંચા વ્યાજદરને કારણે ખેડૂત આજીવન વ્યાજની ચૂકવણી જ કરતો રહે છે અને કર્જા માં ડૂબી જાય છે.

આ સમસ્યાના સમાધાન માટે ભારત સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અમલમાં મૂકી છે. આ યોજના દ્વારા ખેડૂતને ખેતીને લગતી યોજનાનો લાભ પણ સરળતાથી મળે છે ઉપરાંત ખેડૂતને જ્યારે લોન લેવાની જરૂર પડે છે ત્યારે ખૂબ ઓછા વ્યાજ દર લોન મળી રહે છે. તો ચાલો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે સામાન્ય માહિતી | Kisan Credit Card Yojana 2024

ભારતીય ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન મળી રહે તે માટે વર્ષ 1998માં ભારત સરકાર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને નાબાર્ડ દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનું મુખ્ય હેતુ એ જ છે કે ભારતીય ખેડૂતોને ઝડપથી અને ઓછા વ્યાજદરે લોનની વ્યવસ્થા મળી રહે. ધીમે ધીમે બીજી બેંક પણ આ યોજના માટે સહભાગી થઈ છે જેનું લીસ્ટ નીચે મુજબ છે.

  • સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
  • પંજાબ નેશનલ બેંક
  • એક્સીસ બેંક
  • આઈસીઆઈસીઆઈ બેંક
  • બેંક ઓફ બરોડા
  • એચડીએફસી બેન્ક

ખેડૂતો માટે વ્યાજદર

જો કોઈ ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન લે છે તો આ લોન પર ટોટલ 9 ટકાનું વ્યાજ દર હોય છે પરંતુ આવ્યા જ દર પર ભારત સરકાર દ્વારા 3% ની સબસીડી આપવામાં આવે છે ઉપરાંત જો ખેડૂત એક વર્ષની અંદર જ વ્યાજ સહિતની રકમ ચૂકવી દે છે તો ખેડૂતને 3% પ્રોત્સાહન રાશિ પણ આપવામાં આવે છે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ના ફાયદા

  • કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન લેવાથી ખેડૂતને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળે છે.
  • કિશન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા લોનના વ્યાજદર પર ભારત સરકાર દ્વારા સબસીડી પણ આપવામાં આવે છે.
  • અન્ય પ્રકારની લોન કરતાં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન લેવાથી ખેડૂતને ખૂબ ઓછા વ્યાજ દર લોન મળી જતી હોય છે.
  • આ પ્રકારની લોનની પ્રક્રિયા ઝડપી હોવાથી ખેડૂતને તાત્કાલિક લોન મળી જાય છે.
  • કિશન ક્રેડિટ કાર્ડની સમય અવધિ પાંચ વર્ષની હોય છે જો તમે પાંચ વર્ષની અંદર વ્યાજ સહિતની રકમ ચૂકવો છો તો તમે આ કાર્ડ રીન્યુ કરાવી શકો છો.

કિસાન ક્રેડિટ કાર્ડ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે

જો કોઈ ખેડૂત કિશન ક્રેડિટ કાર્ડ યોજના લાભ લેવા ઈચ્છે છે તો તેની પાસે આધારકાર્ડ, પાનકાર્ડ, આવકનો દાખલો, રહેણાંકનો પુરાવા માટે રાશનકાર્ડ, લાઈટ બિલ, લાઇસન્સ આ ત્રણમાંથી કોઈ એક. તેમજ ખેડૂત પાસે બેંક ખાતાની પાસબુક આ ઉપરાંત ખેડૂતને તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો રજૂ કરવાનો રહેશે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી પ્રક્રિયા

  • ઉપર જે બેંકનું લિસ્ટ આપેલ છે તે માંથી કોઈ પણ એક નજીકની બેંકની મુલાકાત લો.
  • અહી બેંકના કર્મચારીને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશેની વાત કરો તેમજ આ યોજના વિશેની માહિતી મેળવો.
  • કર્મચારી દ્વારા તમને આ યોજના માટેનું અરજી ફોર્મ આપવામાં આવશે.
  • આ અરજી ફોર્મમાં દરેક વિગતો ભરો તેમજ આ અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજની નકલો જોડો.
  • હવે આ અરજી બેંકના કર્મચારીને પરત કરો.
  • બેંકના કર્મચારી દ્વારા તમારી અરજી સબમિટ કરી દેવામાં આવશે.

Unified Pension Scheme : જાણો યુનિફાઇડ પેન્શન યોજનાના દરેક મુદ્દાને ઊંડાણપૂર્વક વિસ્તારથી, ફાયદો કે નુકશાન

આશા રાખું છે કે તમને આ માહિતી ઉપયોગી થશે, આવી જ રીતે સરકારી તમામ યોજનાઓની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Leave a Comment