Unified Pension Scheme : જાણો યુનિફાઇડ પેન્શન યોજનાના દરેક મુદ્દાને ઊંડાણપૂર્વક વિસ્તારથી, ફાયદો કે નુકશાન

Unified Pension Scheme : સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના વચ્ચે વાદવિવાદ ચાલી રહ્યા હતા તેમજ તેમાં સુધારા અંગેની બાબતો ચાલી રહી હતી એવામાં મોદી સરકાર દ્વારા યુનિફાઇડ પેન્શન યોજના ને મંજૂરી અપાઈ છે. તો ચાલો સરકારી કર્મચારીઓને આ યુનિફાઇડ પેન્શન યોજનાની ઉદાહરણ સાથે સરળ સમજૂતી આપી દઈએ, તો આ આર્ટિકલ સાથે છેલ્લે સુધી બન્યા રહેજો.

શું છે યુનિફાઇડ પેન્શન યોજના | Unified Pension Scheme

જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના બંનેમાં ચાલતા વિવાદના સમાધાન માટે આ યુનિફાઇડ પેન્શન યોજના (UPS) ને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને ભારતના 23 લાખ સરકારી કર્મચારીઓ માટે આ પેન્શન યોજના લાવવામાં આવી છે. તેમજ યુનિફાઇડ પેન્શન યોજના પેલી એપ્રિલ 2025 થી અમલમાં આવશે. તો હવે યુનિફાઇડ પેન્શન યોજનાના મહત્વના મુદ્દા જોઈ લઈએ.

યુનિફાઇડ પેન્શન યોજનાના મહત્વના મુદ્દા

Unified Pension Scheme ના મુખ્ય 5 મુદ્દા સમજી લઈએ તો લગભગ સંપૂર્ણ યુનિફાઇડ પેન્શન યોજનાની માહિતી કવર થઈ જાય છે અને તેના સિવાય ની માહિતી ફાયદાઓ માં દર્શાવેલી છે તો છેલ્લે સુધી જરૂર વાચજો.

1 .50% પેન્શન

  • યુનિફાઇડ પેન્શન યોજના દ્વારા જો સરકારી કર્મચારી 25 વર્ષ સુધી સેવા આપે છે તો રિટાયરમેન્ટ પહેલાના 12 મહિનાના સરેરાશ પગારની રકમના 50% જેટલી રકમ માસિક પેન્શન મળવાપાત્ર થશે.

ઉદાહરણ તરીકે જો તમે એક સરકારી કર્મચારી છો અને ઓછામાં ઓછા 25 વર્ષ સુધી આ નોકરી પર કાર્ય કરો છો તો તમારો છેલ્લા 12 મહિના ન સરેરાશ પગાર ₹50,000 હોય તો તમને નિવૃત્તિ પછી માસિક ₹25,000 પેન્શન મળશે.

2. ઓછામાં ઓછું 10,000 રૂપિયા પેન્શન

  • જે સરકારી કર્મચારીઓ 25 વર્ષ કે તેથી વધારે સરકારી સેવા આપી શક્યા નથી તેઓને જો નોકરીના છેલ્લા બાર મહિનાનો સરેરાશ પગારના 50% ₹10,000 કરતા ઓછું થતો હોય તો પણ તેવા કર્મચારીઓને ₹10,000 પેન્શન મળશે જ. પરંતુ ધ્યાન રહે કે આવા કર્મચારીઓએ ઓછામાં ઓછા દસ વર્ષ તો સરકારી નોકરી કરેલી હોવી જ જોઈએ.

3. મોંઘવારીના આધારે વધારાની રકમ

  • સમયે સમયે મોંઘવારીના વધારો થાય છે તેથી આ સરકારી કર્મચારીઓ ની નિવૃત્તિ પછી મોંઘવારીની અસર ના થાય એટલે મોંઘવારી સાથે સાથે પેન્શનની રકમમા પણ વધારો કરવામાં આવશે.

4. ફેમિલી પેન્શન

  • સરકારી નોકરી કરતા કરતા જો કોઈ સરકારી કર્મચારીનું અવસાન થાય તો કર્મચારીને મળવા પાત્ર પેન્શનના 60% પેન્શન તેના પરિવારને મળે છે. ઉદાહરણ તરીકે અવસાન પામનાર સરકારી કર્મચારીને મળવાપાત્ર પેન્શન 20,000 રૂપિયા છે તો આ રકમના 60 ટકા એટલે કે રૂપિયા 12,000 તેના પરિવારને દર મહિને મળશે.

5. ગ્રેચ્યુટી

  • કર્મચારીના નિવૃત્તિ પર ગ્રેચ્યુટી સહિતની રકમ મળવાપાત્ર થશે.

આ પણ વાંચો: Post Office Gram Suraksha Yojana : માત્ર ₹50 ના રોકાણ પર આ રીતે મળશે ₹30 લાખનું જંગી રિટર્ન

યુનિફાઇડ પેન્શન યોજનાના ફાયદાઓ

  • જૂની પેન્શન યોજના અથવા યુનિફાઇડ પેન્શન યોજના બેમાંથી કોઈ પણ એક પેન્શન યોજના પસંદગી કરવાની સ્વતંત્રતા મળે છે.
  • 2004થી 2025 સુધી નિવૃત્ત થયેલા કર્મચારીઓ પણ આ લાભ લઈ શકશે, અને તેમને એરિયર્સ પણ મળશે. ઉદાહરણ તરીકે 2004માં નિવૃત્ત થયેલા કર્મચારીઓને પાછળના વધારાના પૈસા પણ મળશે.
  • ઓછામાં ઓછું ₹10,000 પેન્શન તો મળશે જ.
  • મોંઘવારી સાથે સાથે પેન્શનની રકમ પણ વધશે.

તો મિત્રો આ હતી યુનિફાઇડ પેન્શન યોજના (Unified Pension Scheme ) આશા રાખું છું કે આ પેન્શન યોજના વિશેની દરેક માહિતી તમને સરળતાથી સમજાઈ ગઈ હશે. દરેક સરકારી કર્મચારીઓને આ માહિતી શેર કરવા વિનંતી, ધન્યવાદ.

આ પણ વાંચો: Difference Between Rupay And Visa Card : જાણો ક્યું કાર્ડ વાપરવાથી ફાયદો થશે, તફાવત અને ખાસિયતો

Leave a Comment