Palak Mata Pita Yojana 2024: આ યોજના દ્વારા બાળકને ₹36,000 ની આર્થિક સહાય મળે છે, જાણો તમામ માહિતી

Palak Mata Pita Yojana 2024 : પાલક માતા પિતા યોજના દ્વારા બાળક ને ₹36,000 ની સહાય આપવામાં આવે છે. આ યોજના ગુજરાતની સુરક્ષા નિયામક કચેરી દ્વારા ચલાવવામાં આવે છે, તો ચાલો આ યોજના દ્વારા કેવી રીતે લાભ મળે છે અને કોને કોને આ યોજનાનો લાભ મળે છે તે જોઈ લઈએ.

પાલક માતા પિતા યોજનાનો ઉદ્દેશ્ય | Palak Mata Pita Yojana 2024

આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે જે બાળક માતા પિતાની છત્ર છાયા ગુમાવી બેસે છે તેને પોતાનાં સામાન્ય ખર્ચ માટે મજૂરી ના કરવી પડે તે માટે સરકાર દ્વારા ₹36,000 આપવામાં આવે છે. જેથી બાળક નાની ઉંમરે સારું જીવન ધોરણ જીવી શકે અને અમુક ઉંમર બાદ કોઈ આવક નો સ્ત્રોત ઊભો કરી પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે.

સરકારી યોજના : હવે અભ્યાસ કરતી દરેક દીકરીઓને મળશે ₹1,10,000 ની આર્થિક સહાય, આ રીતે અરજી કરો.

કેવી રીતે સહાય મળે છે ?

  • આ યોજનાના લાભાર્થીઓને સહાયની રકમ સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
  • આ યોજના દ્વારા જે બાળક માતા પિતા ની છત્ર છાયા ગુમાવે છે તેને ₹36,000 ની સહાય આપવામાં આવે છે.

સહાય મેળવવા માટે જરૂરી શરતો

  • આ યોજનાનો લાભ ગુજરાતના માતા પિતા ની છત્રછાયા ગુમાવી દેનાર બાળક ને આપવામાં આવે છે.
  • જે બાળકના માતા પિતા બંને અવસાન પામ્યા છે તે બાળક ને આ યોજના દ્વારા સહાય આપવામાં આવે છે અથવા બાળકના પિતા અવસાન પમ્યા છે અને માતા એ પુનઃ લગ્ન કર્યા છે તો તેના બાળકને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
  • આ યોજના દ્વારા 0 થી 18 વર્ષના બાળકને જ સહાય આપવામાં આવે છે.
  • યોજનાનો લાભ લેવા માટે અરજદાર પાસે તમામ દસ્તાવેજ જોવા જરૂરી છે.

દસ્તાવેજો ની યાદી

  • માતા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો.
  • બાળકનું આધાર કાર્ડ
  • માતા પિતા બંને અવસાન પામ્યા હોય તો બંનેનો મરણનું પ્રમાણ પત્ર
  • પિતા અવસાન પામ્યા છે અને માતા એ પુનઃ લગ્ન કર્યા છે તો પિતાના મરણનો દાખલો અને માતાના પુનઃ લગ્ન નું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુક

અરજી કેવી રીતે કરવી

  • જો અરજદાર ઉપરની શરતોનું પાલન થાય છે અને બધા દસ્તાવેજ હાજર છે તો અરજદારે https://esamajkalyan.gujarat.gov.in/ આ વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
  • આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
  • હવે રજીસ્ટ્રેશન બાદ મળેલા યુઝર આઇડી અને પાસવર્ડની મદદથી લોગીન કરવાનું છે.
  • ત્યારબાદ “નિયામક સમાજ સુરક્ષા” નામના ઓપ્શન પર ક્લિક કરવું.
  • અહી તમારે પાલક માતા પિતા નામની યોજના પસંદ કરવી.
  • હવે આ યોજના માટે અરજી ફોર્મમાં પૂછેલ વિગતો ભર્યા બાદ જરૂરી તમામ દસ્તાવેજ અપલોડ કરવા.

મિત્રો આ રીતે તમે ઓનલાઇન ઘરે બેઠા અરજી કરી શકો છો, આવી જ રીતે સરકારી યોજનાની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Leave a Comment