Replating Of Old Garden Yojana : એક છોડ દીઠ રૂપિયા 250ની સહાય આપી રહી છે સરકાર, છેલ્લી તારીખ પહેલાં અરજી કરી દો

Replating Of Old Garden Yojana : ખેડૂત મિત્રોને હવે એક છોડ દીઠ રૂપિયા 250 આપવામાં આવશે. જી હા, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ આ નવી યોજના દ્વારા ખેડૂત મિત્રોને છોડ દીઠ રૂપિયા ૨૫૦ મળવા પાત્ર થશે. પરંતુ આ યોજના દ્વારા લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોમે આ યોજનાના કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું પડશે ઉપરાંત આ યોજના માટે છેલ્લી તારીખ પહેલા અરજી કરવી પડશે તો ચાલો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.

ખાસ ખેડૂતો માટેની યોજના | Replating Of Old Garden Yojana

ગુજરાત સરકાર દ્વારા અવાર-નવાર મહિલાઓ માટે, વૃદ્ધ માટે, શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે તેમજ ખેડૂતો માટે યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે. તેથી ખેડૂતો માટે આમાંની જ એક યોજના Replating Of Old Garden Yojana માં ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. તો ચાલો હવે આ યોજના દ્વારા મળતા લાભ વિશેની માહિતી મેળવીએ.

Replating Of Old Garden Yojana દ્વારા મળતા લાભ

  • જે પણ ખેડૂત મિત્રને આ યોજનાનો લાભ મળે છે તે ખેડૂત મિત્રને નવા છોડ રોપવા માટે એકવાર ખર્ચના 50% દીઠ ₹250/- છોડ દીઠ સરકારી સહાય આપવામાં આવે છે.
  • જો તમે જુના છોડને ઉખાડી નવો છોડ રોપવા ઇચ્છો છો, છોડ બદલવા ઈચ્છો છો કે પછી નવો ખાડો ખોદવા ઈચ્છો છો તો તમને આ યોજનાનો લાભ મળે છે.
  • પરંતુ આ યોજનાના લાભ માટે તમારે સરકારે જણાવેલા નિયમો અને શરતો પાલન કરતા હોવા જોઈએ તો જ આ યોજનાનો લાભ મળે છે.

Replating Of Old Garden Yojana ના નિયમો અને શરતો

  • આ યોજનાનો લાભ ફક્ત અને ફક્ત ગુજરાતના ખેડૂત મિત્રોને જ મળવા પાત્ર છે.
  • ફક્ત ઓઇલપામનું વાવેતર કરતા બાગાયતી ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળશે.
  • ઓઇલપામ વાવેતર કરતા લાભાર્થી માટે 27-30 વર્ષની ઉંમર પછી જૂના બગીચાને ફરીથી રોપવા માટે જ આ યોજના દ્વારા નાણાકીય લાભ મળે છે.
  • એકવાર આ યોજનાનો લાભ લીધા પછી બીજી વાર આ યોજનાનો લાભ મળતો નથી.
  • ખેડૂત પાસે આ યોજનાના લાભ માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ હાજર હોવા જોઈએ.

નવી યોજના : ₹50,000 સુધીની સહાય મળી રહી છે ખેડૂતોને, છેલ્લી તારીખ પહેલાં અરજી કરી દો

રી પ્લાન્ટિંગ ઓફ ઓલ્ડ ગાર્ડન યોજના માટે ડોક્યુમેન્ટ ની યાદી

Replating Of Old Garden Yojana દ્વારા તમે છોડ દીઠ ₹250 નો લાભ મેળવવા ઇચ્છો છો તો સૌપ્રથમ તમે ઉપર દર્શાવેલ નિયમો અને શરતોનું પાલન કરતા હોવા જોઈએ જો તમે તે નિયમો અને શરતોનું પાલન કરો છો તો તમારી પાસે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જોઈએ.

  1. લાભાર્થી ખેડૂત પાસે તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો હોવો જોઈએ
  2. અરજી કરનાર ખેડૂત મિત્રએ પોતાનો આધારકાર્ડ રજૂ કરવો પડશે
  3. રાશન કર્ડની નકલની પણ જરૂર પડશે
  4. અરજી કરનાર ખેડૂતની બેંક ખાતાની પાસબુક, જેથી ખેડૂત ના ખાતામાં સરકાર પૈસા ટ્રાન્સફર કરી શકે
  5. જો સંયુક્ત ખાતુ હોય તો સંમતિ પત્રક ની જરૂર પડશે
  6. જો જાતિ નો દાખલો લાગુ પડતો હોય તો ખેડૂતે જાતિ ન દાખલો રજૂ કરવાનો રહેશે
  7. અરજી કરનાર દિવ્યાંગ ખેડૂત મિત્રએ દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે

રી પ્લાન્ટિંગ ઓફ ઓલ્ડ ગાર્ડન યોજના માટે અરજી કરવા માટેની તારીખો

આ યોજનામાં અરજી કરવાની શરૂઆત 18/08/2024 ના રોજ થી જ થઈ ચૂકી છે પરંતુ ચિંતા કરવાની જરૂર નહીં કેમ કે હજુ તારીખ 30/09/2024 સુધી આ યોજનામાં અરજી કરી શકશો.

Replating Of Old Garden Yojana માટે અરજી પ્રક્રિયા

  1. સૌપ્રથમ ખેડૂતમિત્ર એ તેના મોબાઈલ કોમ્પ્યુટર કે લેપટોપમાં આઇ ખેડૂત પોર્ટલ ઓપન કરવાનું રહેશે.
  2. અહીં તમને ઉપરના ભાગમાં યોજનાઓ નામનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  3. હવે નવા પેજ પર “બાગાયતી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” લખેલું દેખાશે તેના પર ક્લિક કરો
  4. હવે તમને જ્યાં “જૂના તેલપામના બગીચાની ફેરરોપણી માટે (Replanting of old Garden)” વિકલ્પ દેખાય ત્યાં કરવાનો રહેશે.
  5. આ યોજનાની તમામ વિગતો તમારી સામે આવી જશે અહીં તમારે “અરજી કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  6. અહીં તમને આ યોજના માટે અરજી કરવા માટે સ્ટેપ્સ અને માર્ગદર્શન આપેલા હશે, તે મુજબ અરજી પ્રક્રિયા આગળ કરો.

આશા રાખું છું કે તમને આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે, જો તમે હાલ ચાલુ આવી જ સરકારી યોજનાઓની માહિતી મેળવવા ઈચ્છો છો તો અમારી સાથે જોડાયા રહો તેમજ જે પણ ખેડૂત મિત્રો ઓઇલપામની ખેતી કરે છે તે ખેડૂત મિત્રોને આ આર્ટિકલ જરૂર શેર કરજો, ધન્યવાદ.

Leave a Comment