Bagayati Ni Yojana : ગુજરાત સરકારની આ યોજના દ્વારા ખેડૂતને ટોટલ 42,000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે. હજુ આ યોજનાના અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ જ છે તો અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા આ યોજનાની તમામ માહિતી મેળવી લો તેમજ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી દો. તો સૌ પ્રથમ આ યોજના વિશેની માહિતી મેળવી લઈએ.
મેઇન્ટેનન્સ અને આંતરપાક માટે સહાય | Bagayati Ni Yojana
ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર એક નવી યોજના આવી છે આ યોજના પ્રમાણે ગુજરાત સરકાર મેઇન્ટેનન્સ અને આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવશે, સરકાર દ્વારા સતત 4 વર્ષ સુધી નાણાંકીય સહાય આપવામાં આવશે. ચાર વર્ષના અંતે ટોટલ નાણાકીય સહાય 42,000 રૂપિયા થશે. તો જે પણ ખેડૂત મિત્ર આ યોજના દ્વારા સરકારી સહાય મેળવે છે તે ખેડૂત મિત્રોએ નીચે મુજબની માહિતી મેળવ્યા બાદ ઓનલાઇન અરજી કરી દેવી.
બાગાયતી ની યોજના દ્વારા મળતા ફાયદા
આ યોજના દ્વારા ખેડૂતોને 4 વર્ષના ગેસ્ટેશન સમયગાળા દરમિયાન ખેડૂતોને આંતરપાક અને મેન્ટેનન્સ માટે સહાય મળે છે, આ સહાય દર વર્ષે મેનટેનન્સ અને આંતરપાક ખર્ચ માટે આપવામાં આવે છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
- પ્રથમ વર્ષ માટે મેન્ટેનન્સ અને આંતરપાક માટે 10,500/- રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે.
- બીજા વર્ષ માટે મેન્ટેનન્સ અને આંતરપાક માટે 10,500/- રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે.
- ત્રીજા વર્ષ માટે મેન્ટેનન્સ અને આંતરપાક માટે 10,500/- રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે.
- ચોથા વર્ષ માટે મેન્ટેનન્સ અને આંતરપાક માટે 10,500/- રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે.
આમ લાભાર્થી ખેડૂત મિત્રોને ચાર વર્ષના અંતે મેન્ટેનન્સ અને આંતર પાક માટે ટોટલ 42 હજાર રૂપિયાની ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા કેટલાક નિયમો અને શરતો બનાવેલ છે જેનું પાલન કરવું જરૂરી છે.
Bagayati Ni Yojana માટે નિયમો અને શરતો
- ગુજરાતના રહેવાસી ખેડૂત મિત્રને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- ઓઇલપામની ખેતી કરતા ખેડૂતો જ આ યોજના દ્વારા 42 હજાર રૂપિયાની સહાય મેળવી શકશે.
- ઓઈલપામમાં આંતરપાક માટે ઈનપુટ જેવા કે બિયારણ/ખાતર/ IPM/INM/ ફર્ટીગેશન/ ટ્રી-ગાર્ડ/PP કેમીકલ વગેરેની બીજ નિગમ/ ગુજ. એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લી/ સરકારી અથવા સહકારી સંસ્થા / રાજ્યની કૃષિ યુનિવર્સીટી. /કૃષિ વિજ્ઞાન કેન્દ્ર/ ખાતા દ્વારા એમપેનલમેન્ટ કરેલ ઉત્પાદક /ઉત્પાદકના અધિકૃત વિક્રેતા ના અધિકૃત ડીલરો પાસેથી મેળવવાના રહેશે.
- સદર ઈનપુટ પૈકી 75% ઈનપુટ્સનો ખર્ચ બિયારણ અને ખાતર માટે અને બાકી 25% ખર્ચ પાક સરંક્ષણ માટે કરવાનો રહેશે.
- ખેડૂત ખાતેદારે કરેલ જમીન ધારણની મર્યાદા મુજબ પ્રથમ ચાર વર્ષ સુધી વર્ષે એક વાર
નવી સરકારી ભરતી : 12 પાસ ઉમેદવારોને આવો મોકો નહીં મળે, ₹49,600 સુધીનો પગાર મળે છે, છેલ્લી તારીખ પહેલાં અરજી કરો
જો તમે આ શરતોનું પાલન કરો છો તમારી પાસે આ યોજનામાં અરજી કરવા માટેના જરૂરી તમામ ડોક્યુમેન્ટ હાજર હોવા જરૂરી છે.
અરજીમાં જરૂર પડતા ડોક્યુમેન્ટ્સની યાદી
- ખેડૂતને પોતાનું આધાર કાર્ડ રજૂ કરવાનો રહેશે
- ખેડૂત પાસે તાજેતરનું પાસપોર્ટ સાઈઝ નો ફોટો અરજી કરતી વખતે અપલોડ કરવાનો રહેશે
- રાશન કાર્ડ ની ઝેરોક્ષ પણ હોવી જોઈએ
- જો ખેડૂતો સંયુક્ત ખાતુ ધરાવે છે તો સંમતિ પત્રક ફરજિયાત છે
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રોએ જાતિનો દાખલો રજૂ કરવાનો રહેશે
- દિવ્યાગ ખેડૂત મિત્ર એ દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું
- ખેડૂતની બેંક ખાતાની પાસબુક
બાગાયતી ની યોજના માટે અરજી કરવા માટેની તારીખો
આ યોજનામાં અરજી કરવાની શરૂઆત 18/08/2024 ના રોજ થી જ થઈ ચૂકી છે પરંતુ ચિંતા કરવાની જરૂર નહીં કેમ કે હજુ તારીખ 30/09/2024 સુધી આ યોજનામાં અરજી કરી શકશો.
બાગાયતી ની યોજના માટે અરજી પ્રક્રિયા
જો તમારી પાસે ઉપર મુજબના દસ્તાવેજો હાજર છે તેમજ ઉપર દર્શાવેલી તમામ શરતોનું પાલન કરો છો તો તમને આ યોજનાનો લાભ મળશે પરંતુ એ પહેલા તમારે અરજી કરવી ફરજિયાત રહેશે તેથી નીચે મુજબના સ્ટેપ ફોલો કરી અરજી કરી શકો છો.
- જો તમારે અરજી કરવી છે તો સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાં આઇ ખેડુત પોર્ટલ ઓપન કરવાનું રહેશે.
- હવે આઇ ખેડૂત પોર્ટલ હોમપેજ પર તમને સૌથી ઉપર “યોજનાઓ” લખેલું દેખાશે તેના પર ક્લિક કરવાનું છે.
- હવે તમને અલગ અલગ ખેતી ના પ્રકાર ના આધારે યોજનાઓ દેખાશે અહીં તમારે “બાગાયતીની યોજના માટે અહીં ક્લિક કરો” તે વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- મેં તમને સૌથી નીચે “મેઇન્ટેનન્સ અને આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ” લખેલું દેખાશે તેના પર ક્લિક કરો.
- હવે તમને આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી લખેલી દેખાશે અહીં સાઈડમાં “અરજી કરો” પર તમારે ક્લિક કરવાનું રહેશે.
- હવે તમને આ યોજનામાં અરજી કરવા માટેનું જરૂરી માર્ગદર્શન તેમજ સ્ટેપ્સ વિશેની માહિતી મળશે, આ માહિતી પ્રમાણે આગળ આજે પ્રક્રિયા કરો.
Bagayati Ni Yojana વિશેની સંપૂર્ણ માહિતી ઉપર મુજબ છે, જો તમે આ યોજનામા અરજી કરવા ઈચ્છો છો તો છેલ્લી તારીખ પહેલાં અરજી કરી દે જો અને આ રીતે નવી નવી સરકારી યોજનાની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.