PM Poshan Yojana Gujarat : ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો તેમજ જે વડીલોને સંતાનો સરકારી શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે તે બધાને ખબર જ હશે કે સરકારી શાળાઓમાં મધ્યાન ભોજન ની સુવિધા આપવામાં આવે છે. હવે સરકાર દ્વારા આ મધ્યાન ભોજનની સુવિધામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. જો તમારો બાળક સરકારી શાળામાં અભ્યાસ કરે છે તો તેમને આ વિશેની માહિતી હોવી જોઈએ.
પીએમ પોષણ યોજના શું છે | PM Poshan Yojana Gujarat
સામાન્ય રીતે પીએમ પોષણ યોજના દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભોજનની સુવિધા આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે બાળકને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક તેમજ યોગ્ય પ્રમાણમાં વિટામિન્સ, પ્રોટીન કાર્બોહાઇડ્રેટ વગેરે પોષક તત્વો સાથેનું ભોજન પૂરું પાડવામાં આવે. જેથી બાળકમાં કુપોષણ જેવી સ્થિતિ સર્જાય જ નહીં. આ ઉપરાંત મધ્યાન ભોજન આપવાથી શાળામાં વિદ્યાર્થીઓને હાજરીમાં પણ વધારો થાય છે.
વિદ્યાર્થીઓ મધ્યાન ભોજનમાં એક સાથે બેઠે છે અને સાથે મળીને જમે છે તેથી નાની ઉંમરે જ જાતિવાદ તેમજ જ્ઞાતિવાદ વગેરે જેવા દૂષણોની સમજ પડે છે. આ ઉપરાંત પણ મધ્યાન ભોજન ના ઘણા બધા ફાયદાઓ છે પરંતુ હવે આપણે આ યોજનામાં થયેલા ફેરફાર વિશેની માહિતી મેળવી લઈએ.
પીએમ પોષણ યોજનામાં થયેલા ફેરફાર
હાલ જ ગુજરાત સરકાર દ્વારા પીએમ પોષણ યોજનાના ફેરફાર માટેનો પરિપત્ર જાહેર કરાયો છે. આ પરિપત્ર પ્રમાણે મુખ્ય ફેરફાર એ છે કે હવે વિદ્યાર્થીઓને સવારનો નાસ્તો આપવામાં નહીં આવે. આ ઉપરાંત મધ્યાહન ભોજનના મેનુમાં પણ થોડા ફેરફારો થયા છે, આ ફેરફારો પેલી સપ્ટેમ્બર થી લાગુ થશે.
મધ્યાહન ભોજનનું ફેરફાર સાથેનું નવું મેનુ
વારનું નામ | પ્રથમ ભોજન |
સોમવાર | વેજ પુલાવ અને દેશી ચણા નું શાક |
મંગળવાર | દાળ ઢોકળી અને લીલું શાક |
બુધવાર | ખીચડી અને શાક અથવા દાળ ભાત અને શાક |
ગુરૂવાર | દાળ ઢોકળી અને લીલું શાક સાથે સુખડી |
શુક્રવાર | વેજીટેબલ મુઠીયા અને આખા ચણાનું શાક અથવા થેપલા અને ચણાનું શાક |
શનિવાર | વેજ ખીચડી અથવા ખારી ભાત અને કઠોળ દાળ અથવા કઠોળ દાળ સહિતનું વેજ પુલાવ |
નવી સરકારી યોજના : પશુપાલકોને એક પશુ દીઠ 500 રૂપિયા મળી રહ્યા છે, આવી રીતે ઓનલાઇન અરજી કરો
આશા રાખું છું કે તમને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી ઉપયોગી તેમજ માહિતીસભર લાગી હશે. આવી જ રીતે સરકારી નવી નવી યોજનાઓ અને જરૂરી સમાચાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો તેમજ તમારા મિત્રો કે જેના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે તેઓને આ માહિતી શેર કરજો, ધન્યવાદ.